બ્રેકિંગ@ગુજરાત : શું હવામાનમાં કોઈ મોટી નવા જૂની થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન

શું હવામાનમાં કોઈ મોટી નવાજૂની થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન

ગુજરાતમાં પણ પવનનું જોર વઘશે

રાજ્યના હવામાનમાં આવી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે પવન અને આંધીનુ પ્રમાણ પણ વધ્યુ છે. દિલ્હીમાં ઘૂળની ચાદર છવાય હતી. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા. આ તરફ ગુજરાતમાં પણ પવનનુ જોર જોવા મળી રહ્યું છે.

અરબ દેશો તરફથી ઘૂળકટ આવશેઃ અંબાલાલ

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવાની શક્યતા રહેલી છે. જેના લીધે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. ઘટાડો લાંબા ગાળાનો નહી હોય ઉપરાંત 18 અને 19માં વાતાવરણમાં પલટો આવશે. આંધી વંટોળનુ પ્રમાણ વધશે.

અંબાલાલ પટેલની આગાહી 

જોકે, વાવાઝોડાપરંતુ તેની સ્થિતિ દરિયામાં બનતા હવાના હળવા દબાણ પર રહે છે. અરબ દેશોમાંથી પાકિસ્તાના પર થઈને ઘૂળ ગુજરાત તરફ આવશે. અને ઘૂળકટનુ પ્રમાણ વધશે. ગુજરાતમાં આંધી વંટોળનુ જોવા મળશે. જે ચોમાસાના લક્ષણ દષ્ટીગોચર થાય છે.

મે મહિનાના અંતમાં શું થશે?

તેણણે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં વિશિષ્ટ વાતાવરણ જોવા મળશે. કારણ કે અરબી સમુદ્રની હિલચાલ, પ્રિ મોંનસુન એક્ટિવિટી, બફારો, વાદળછાયું વાતાવરણ જોવા મળી મળી શકે છે.

Leave a Comment