Gujarat Police Bharti News : ગુજરાત પોલીસ ખાલી જગ્યાઓ: પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat Police Bharti News : ગુજરાત પોલીસ ખાલી જગ્યાઓ પોલીસને લગતી બાબતોને લઈ SCના આદેશ અનુસાર સુઓમોટો અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે (Government Of Gujarat) એફિડેવિટ દાખલ કરી.

જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે. (Gujarat Police Recruitment 2023) 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. હાલ પોલીસ વિભાગમાં (Gujarat Police Department) 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની (SRPF) કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે.

પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી

પોસ્ટનું નામ ગુજરાત પોલીસ ખાલી જગ્યાઓ
કેટેગરી સમાચાર
ખાલી જગ્યાઓ 22000
હાઈકોર્ટની સુનાવણી તારીખ 21 ઓગસ્ટ
સરકારી નોકરીની જાહેરાત જોવા  માટે અહીં ક્લિક કરો 

પોલીસ ભરતી બાબત સરકારનો જવાબ

પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની કાર્યાવાહી ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.

છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. (Gujarat Police Department) જેના પર 9 માર્ચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ વિભાગની ખાલી જગ્યાઓને લઈને રાજ્ય સરકારને કેટલાક સવાલો કર્યા હતા.

ગુજરાત પોલીસ ખાલી જગ્યાઓ

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગુજરાત હાઇકોર્ટે પોલીસને લગતી બાબતોને લઈને સ્વત: સંજ્ઞાન અરજી દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારને તમામ માહિતી સોગંદનામામાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. (Gujarat Police Recruitment 2023) જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં હાલની સ્થિતિએ 21.3% જગ્યા ખાલી હોવાનો રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે.

તમામ બાબતોની વિગતવાર માહિતી એટલે કે એડિશનલ એફિડેવિટ રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યા જેમાં 21 ઓગસ્ટના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.

Note : આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી. અમારી કોઈપણ માહિતી માટે કોઈપણ જવાબદારી નથી.

Leave a Comment