અંબાલાલ પટેલની ભયંકર આગાહી, માર્ચ-એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકશે- આ તારીખે કરા સાથે પડશે વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદ ને લઈને હવામાન વિભાગ પછી હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14થી 17 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા અને મુશ્કેલી માં આવી ગયા છે.

અંબાલાલ પટેલે વધુમાં આગળ જણાવતા કહ્યું છે કે, 13 માર્ચ એટલે ગઈ કાલથી વાદળો બંધાશે. 14થી 17 માર્ચ કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ 3થી 8 એપ્રિલના રોજ વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિનાના દિવસો ખેડૂતો માટે ખુબ જ કપરા ગણાશે.

મહત્વનું છે કે, રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે. એટલે કે, આગામી માર્ચ- એપ્રિલ મહિનો ખેડૂતો માટે કાળ સમાન બની રહેશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં હવામાનમાં પણ ઘણા ફેરફાર આવશે. આ ફેરફારને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજ પ્રપાત અને કરા પડવાની આગાહી કરવામાં આવીછે. વાતાવરણના આ પલટાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન થશે. માર્ચ અને એપિલ મહિનામાં અષાઢી માહોલ સર્જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે મોટી આગાહી

જો વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 4 દિવસ પછી ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવતા કહ્યું છે કે, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના લીધે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે અને કચ્છમાં હિટવેવની શક્યતા પણ સેવાઈ રહી છે.

વધુમાં હવામાન વિભાગે જણાવતા કહ્યું હતું કે, કચ્છમાં આગામી બે દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધશે અને સાથે જ અન્ય શહેરોનું મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે. આવનારા 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન એક્ટીવ થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.

Leave a Comment